યુવરાજ સામરાએ T20 વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ

સોર્સ : Google

ચેન્નાઈના મેદાન પર 17 ફેબ્રુઆરીએ 19 વર્ષના છોકરાએ એવી ધમાલ મચાવી કે આખી દુનિયા જોતી રહી ગઈ. કેનેડિયન ઓપનર યુવરાજ સામરાએ T20 વર્લ્ડ કપ 2026માં ન્યુઝીલેન્ડ સામે 65 બોલમાં 110 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે.

સોર્સ : Google

ગ્રુપ D મેચમાં પ્રથમ બેટિંગ કરતા કેનેડાએ સામરાની વિસ્ફોટક ઈનિંગને કારણે 20 ઓવરમાં 173/4 નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જોકે, ટીમ આ મેચ હારી ગઈ હતી. પરંતુ યુવરાજે રેકોર્ડ બનાવ્યો છે.

સોર્સ : Google

યુવરાજ T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે. 19 વર્ષ અને 141 દિવસની ઉંમરે સદી ફટકારીને તેણે પાકિસ્તાનના અહેમદ શહેઝાદ (22 વર્ષ અને 127 દિવસ) નો રેકોર્ડ તોડ્યો છે.

સોર્સ : Google

આ T20 વર્લ્ડ કપ 2026ની માત્ર બીજી સદી છે. 16 ફેબ્રુઆરીએ પથુમ નિસાન્કાએ પલ્લેકેલેમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાને જીત અપાવી હતી.

સોર્સ : Google

યુવરાજ સમરાની ઈનિંગ બે ભાગમાં વહેંચાયેલી હતી, પહેલા સંયમ અને પછી વિસ્ફોટ. તેણે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

સોર્સ : Google

ત્યારબાદ તેણે ગિયર બદલીને આગામી 22 બોલમાં બીજા 50 રન ફટકાર્યા અને માત્ર 58 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે આ ઈનિંગમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

સોર્સ : Google

T20I ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો ફ્રેન્ચ બેટ્સમેન ગુસ્તાવ મેકકોન રેકોર્ડ ધરાવે છે. તેણે 25 જુલાઈ, 2022ના રોજ સ્વિટ્ઝર્લેન્ડ સામે 109 રન બનાવ્યા હતા. તે સમયે તે ફક્ત 18 વર્ષ અને 280 દિવસનો હતો.

સોર્સ : Google