આ કલાકારોની ફિલ્મોના આંકડા જોઈ તમે ચોંકી જશો!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક કલાકારો પાંચથી દસ ફિલ્મો પછી ગાયબ થઈ જાય છે, જ્યારે કેટલાક એવા પણ છે જેમની ફિલ્મો ગણવા બેસીએ તો થાકી જઈશું

શક્તિ કપૂર, અરુણા ઈરાની, અનિલ કપૂર અને અનુપમ ખેર એ કલાકારોની યાદીમાં સામેલ છે જેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

પીઢ અભિનેતા અનુપમ ખેરે વર્ષ 1982 માં તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી, ત્યારથી તેમણે 500 થી વધુ ફિલ્મોમાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.

રિપોર્ટ્સ અનુસાર, શક્તિએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અરુણા ઈરાનીએ પોતાના સમયના દરેક મોટા કલાકાર સાથે કામ કર્યું છે, રિપોર્ટ્સ અનુસાર, અરુણાએ અત્યાર સુધી 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

1983માં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરનાર અનિલ કપૂરે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.