વર્ષ 2000માં આવેલો ક્લાસિક કલ્ટ શો 'શાકા લાકા બૂમ બૂમ' 90ના દાયકાના મનપસંદ ટીવી શોમાંથી એક બની ગયો હતો. આ શોમાં સંજુનું તેની જાદુઈ પેન્સિલ વડે પરાક્રમો કરવું બાળકોને ખૂબ પસંદ હતું.
સોર્સ : GSTV
વિજય કૃષ્ણ આચાર્ય નિર્મિત આ શોમાં સંજુનું પાત્ર કિશુક વૈદ્યએ ભજવ્યું હતું. તે આ ફેન્ટેસી શો દ્વારા ઘરે-ઘરે પ્રખ્યાત થઈ ગયો હતો, ખાસ કરીને બાળકોમાં તે ખૂબ લોકપ્રિય હતો.
સોર્સ : Google
26 વર્ષ પહેલાં કિશુક એક ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ બની ગયો હતો. આજે પણ તે ટીવીની દુનિયામાં એક્ટિવ છે, પરંતુ તેનો લૂક સાવ બદલાઈ ગયો છે.
સોર્સ : Google
35 વર્ષનો કિશુક વૈદ્ય હવે ટીવી શોમાં લીડ એક્ટર તરીકે કામ કરી રહ્યો છે. તેણે ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. હાલમાં તે ઝી ટીવીના શો 'લક્ષ્મી નિવાસ'માં જોવા મળી રહ્યો છે.
સોર્સ : Google
માત્ર પ્રોફેશનલ લાઈફ જ નહીં, પણ અંગત જીવનમાં પણ કિશુકે એક નવું ચેપ્ટર શરૂ કર્યું છે. તે આ વર્ષે માર્ચ મહિનામાં પહેલીવાર પિતા બન્યો છે. તેણે એક દીકરાનું સ્વાગત કર્યું છે.
સોર્સ : Google
કિશુક વૈદ્યએ વર્ષ 2024માં તેની લોન્ગ ટાઈમ લેડી લવ દીક્ષા નાગપાલ સાથે લગ્ન કર્યા હતા. એક્ટર અવારનવાર તેની પત્ની સાથે ફોટા શેર કરતો રહે છે.
સોર્સ : Google
કિશુક વૈદ્ય સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 2 લાખની આસપાસ ફોલોઅર્સ છે.