'ઓફિસમાં પીવા મળશે દારૂ, વધારે ચઢી જશે તો રજા પણ આપશે... નોકરીની વિચિત્ર ઓફર

એક જાપાની કંપનીએ કર્મચારીઓને આકર્ષવા માટે એક અનોખી ભરતી યોજના અપનાવી છે.

કંપનીઓ સારા કર્મચારી માટે મોટા પગાર અને બોનસ સાથે પ્રતિભાઓને આકર્ષે છે, ત્યારે ટ્રસ્ટ રિંગ કંપની લિમિટેડ એક અલગ રસ્તો અપનાવી રહી છે.

જાપાનના ઓસાકા સ્થિત એક નાની ટેક કંપનીએ નોકરીઓ માટે અરજીઓ મંગાવી છે.

મોટી કંપનીઓ જેટલું બજેટ તેમની પાસે ન હોવાથી, તેમણે તેમના કર્મચારીઓને દારૂ પૂરો પાડવાની વ્યવસ્થા કરી છે.

માહિતી અનુસાર કર્મચારીઓને કામના કલાકો દરમિયાન મફતમાં આલ્કોહોલિક પીણાં ઓફર કરવામાં આવશે.

જો તેમને હેંગઓવર થાય તો તેમને પણ રજા આપવામાં આવશે.

ટ્રસ્ટ રિંગ કંપની લિમિટેડ નામની આ કંપનીનો બોસ પોતે કર્મચારીઓ સાથે દારૂ પીવે છે અને પોતાની કંપનીમાં નવા કર્મચારીઓને દારૂ પીવડાવે છે.

કંપનીના સીઈઓ કહે છે કે તેઓ તેમના કર્મચારીઓને વધુ પૈસા આપી શકતા નથી, તેથી, તેઓ તેમને એક અલગ સંસ્કૃતિ આપવા માંગે છે.

તેમને કંપનીમાં કામ કરવા માટે લોકોની જરૂર હતી. એટલા માટે આ પ્રકારની ઓફર જારી કરવામાં આવી હતી. જેથી વધુને વધુ લોકો તેમની સાથે કામ કરી શકે.