ગરમીથી રાહત મેળવવા માટે આ હિલ સ્ટેશનોની લઈ શકો છો મુલાકાત

જૂન મહિનો શરૂ થઈ ગયો છે. હજુ પણ ભારતના કેટલાક ભાગોમાં ગરમી પડી રહી છે. આવા સમયે લોકો શરીરને ઠંડુ રાખવા માટે વિવિધ ઉપાયો પણ અજમાવી રહ્યા છે. તો કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા માટે ફરવા નીકળ્યા છે.

જો તમે પણ ગરમીથી કંટાળી ગયા છો, તો આવી સ્થિતિમાં તમારે હિલ સ્ટેશનોની મુલાકાત લેવી જોઈએ. અહીંનું વાતવરણ આ સમયે પણ ખુશનુમા હોય છે.

ગરમીથી રાહત મેળવવા માટે તમે મસૂરી જઈ શકો છો. તેને પર્વતોની રાણી કહેવામાં આવે છે. અહીં તમે કેમ્પ્ટી ફોલ્સ, ગન હિલ અને મોલ રોડ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

નૈનીતાલ પણ તમને ગરમીથી રાહત આપી શકે છે. તમે અહીં નૈની તળાવ, સ્નો વ્યૂ પોઈન્ટ, ટિફિન ટોપ અને નૈના દેવી મંદિરની મુલાકાત શકો છો.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા પણ જઈ શકો છો, અહીં તમે મોલ રોડ, કુફરી, જાખુ મંદિર અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ વગેરે જોઈ શકો છો.

શિમલા ઉપરાંત, તમે ધર્મશાલા જઈ શકો છો. આ હિલ સ્ટેશન તેના ઊંચા પર્વતો અને પાઈન જંગલો માટે જાણીતું છે. અહીં આવ્યા પછી તમને ખૂબ જ આરામનો અનુભવ થશે.

રાણીખેતની લીલીછમ ખીણો, સ્વચ્છ વાતાવરણ અને હિમાલયના બરફીલા શિખરો તમારું હૃદય જીતી લેશે. તમારે આ હિલ સ્ટેશનની એકવાર મુલાકાત લેવી જ જોઈએ.

ગંગા નદીના કિનારે આવેલું, ઋષિકેશ વિકએન્ડમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીંના દદૃશ્યો તમારું હૃદય જીતી લેશે.