એક સમયે પડયા હતા સતત 5 છગ્ગા, હવે IPL 2024માં ધૂમ મચાવી રહ્યો છે આ સ્ટાર બોલર
RCB એ IPLની વર્તમાન સિઝનમાં શાનદાર કમબેક કર્યું છે.
RCB એ સતત પાંચ મેચ જીતી છે અને પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રાખી છે.
RCBના આ કમબેકમાં લેફટી ફાસ્ટ બોલર યશ દયાલે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
યશ દયાલે નિર્ણાયક સમયે ટીમને સફળતા અપાવી છે અને તેમનો ઈકોનોમી રેટ પણ શાનદાર રહ્યો છે.
26 વર્ષીય યશ દયાલે IPL 2024માં અત્યાર સુધીમાં 12 મેચમાં 8.80ના ઇકોનોમી રેટથી 13 વિકેટ ઝડપી છે.
યશ દયાલ ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) નો ભાગ હતો. ત્યારે તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.
IPL 2023માં, દયાલે 5 મેચમાં 11.79ના ઈકોનોમી રેટથી માત્ર બે વિકેટ લીધી હતી. જે બાદ ગુજરાતે તેને રિલીઝ કર્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રિંકુ સિંહે યશ દયાલને છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સ ફટકારી હતી.
યશ દયાલ પ્રયાગરાજનો રહેવાસી છે. દયાલે અત્યાર સુધીમાં 23 ફર્સ્ટ ક્લાસ, 20 લિસ્ટ-એ અને 54 T20 મેચ રમીને 155 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર