ચીનની મુખ્ય સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ પોતાની ઇલેક્ટ્રિક કાર SU7 સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ બજારમાં એન્ટ્રી લીધી.

કંપનીએ પોતાની નવી કાર SU7 Ultraના પ્રોટોટાઇપ પ્રસ્તુત કર્યા છે. આ કારના પ્રોટોટાઇપથી પડદો હટાવતા જ ઇલેક્ટ્રિક વ્હીકલ બજારમાં સુનામી આવી ગઈ છે.

કંપનીનું કહેવું છે કે, આ એક ટ્રેક ફોકસ્ડ ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ મૂળ રૂપથી SU7ની જ ડિઝાઇન એરોડાયનેમિકી અને પર્ફોર્મન્સમાં અપગ્રેડ કરીને તેને તૈયાર કરી છે.

કંપની આ પ્રોટોટાઇપના માધ્યમથી ફાસ્ટેસ્ટ 4 ડોર ઈલેક્ટ્રિક કાર ડેવલપ કરવાની તૈયારી કરી રહી છે. જેને આ વર્ષના અંતમાં ફેમસ નરબર્ગરિંગ ટ્રેક પર દોડાવવામાં આવી શકે છે.

SU7 Ultraમાં કંપનીએ ‘V8s’ ઇલેક્ટ્રિક મોટરની એક પેરનો ઉપયોગ કર્યો છે. દરેક મોટર 578hpની પાવર જનરેટ કરે છે. તેમજ ફ્રન્ટમાં ‘V6s’ મોટર યુનિટ આપવામાં આવ્યું છે.

આ કારની ઇલેક્ટ્રિકક મોટર સંયુક્તપણે 1,548hpની પાવર આઉટપુટ આપે છે, જે દુનિયાની ફેમસ Porsche Taycan Turbo GTની સરખામણીમાં 440hp વધુ છે.

ઉલ્લેખનીય છે કે, નરબર્ગરિંગ ટ્રેક પર Porscheની આ કારનો પોતાનો રેકોર્ડ છે. આ કારે માત્ર 7 મિનિટ 55 સેકન્ડમાં ટ્રેક પર લેપ પૂરો કર્યો હતો.

Xiaomi આ રેકોર્ડ તોડવા માટે પોતાની SU7 Ultraને ટ્રેક પર ઉતારવાની તૈયારીમાં છે. આ જ કારણ છે કે, આ કારમાં આટલી પાવરફુલ મોટર આપવામાં આવી છે.

SU7 Ultraને લઈને કંપનીનો દાવો છે કે, આ કાર 1.97 સેકન્ડમાં જ 0થી 100 કિમી પ્રતિકલાકની સ્પીડ પકડી શકે છે. તેમજ 300 કિમી પ્રતિકલાકની સ્પીડ પકડવા માટે તેને 15.07 સેકન્ડ લાગે છે.

Xiaomiનું કહેવું છે કે, આ કારની ટોપ સ્પીડ 350 કિમી પ્રતિકલાક છે. આ કારમાં પિરેલીના ફેમસ પી-જીરો ટાયર આપવામાં આવ્યા છે જે તેને ટ્રેક પર સ્પીડ સાથે બેલેન્સ બ્રેકિંગ પ્રોવાઇડ કરે છે.

વજન ઓછું કરતા બેસ્ટ ડાઉનફોર્સ મેનેજમેન્ટ માટે આ કારમાં કાર્બન ફાઇબર બોડીકિટ આપવામાં આવી છે. આ કારનું કુલ વજન 1,900 કિલો છે.

Xiaomiનું કહેવું છે કે, દર્શાવેલ પ્રોટોટાઇપ વોક્સવેગન I.D.R દ્વારા બનાવવામાં આવેલ નોન-પ્રોડક્શન EVના નરબર્ગરિંગ રેકોર્ડને 6 મિનિટ 5.336 સેકેન્ડમાં બ્રેક કરવાનો પ્રયાસ કરશે.