WPLનો '90s Curse' બન્યો રહસ્ય, અત્યાર સુધી નથી લાગી એક સદી

સોર્સ : Google

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝનમાં ચાલી રહી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ ટુર્નામેન્ટમાં હજુ સુધી કોઈ બેટ્સમેન સદી ફટકારી નથી શકી.

સોર્સ : Google

દરેક સિઝનમાં ઉચ્ચ સ્કોર જોવા મળ્યો છે, પરંતુ વ્યક્તિગત સદીની રાહ હજુ પણ જોવાઈ રહી છે. બેટ્સમેન ઘણી વખત સદીની નજીક પહોંચી છે, પરંતુ દરેક વખતે WPLનો '90s Curse' વચ્ચે આવ્યો છે.

સોર્સ : Google

WPLમાં હજુ સુધી એક પણ સદી ફટકારવામાં નથી લાગી ત્યારે મોટો પ્રશ્ન એ છે કે, ટુર્નામેન્ટની પહેલી સદી કોણ ફટકારશે?

સોર્સ : Google

WPLના ઈતિહાસમાં 9 ખેલાડીઓએ 90થી વધુ રન બનાવ્યા છે, પરંતુ દરેક સદી સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.

સોર્સ : Google

સ્મૃતિ મંધાના આ યાદીમાં સામેલ થનારી લેટેસ્ટ ખેલાડી છે, તે 17 જાન્યુઆરીના રોજ દિલ્હી કેપિટલ્સ સામે 96 રન બનાવીને આઉટ થઈ હતી.

સોર્સ : Google

સ્મૃતિ WPL 2026માં 90 રન બનાવીને સદી ચૂકી ગયેલી બીજી ખેલાડી છે. તેના પહેલા, સોફી ડિવાઈન પણ દિલ્હી કેપિટલ્સ સામે જ 95 રન બનાવીને આઉટ થઈ હતી.

સોર્સ : Google

WPLની છેલ્લી સિઝન એટલે કે 2025માં, ચાર ખેલાડીઓએ 90 કે તેથી વધુ રન બનાવ્યા હતા, જેમાં બેથ મૂની, એલિસ પેરી, જ્યોર્જિયા વોલ અને મેગ લેનિંગનો સમાવેશ થાય છે. તેમાં પણ જ્યોર્જિયા વોલ તો 99 રન પર અણનમ રહી હતી.

સોર્સ : Google

WPL 2024માં, હરમનપ્રીત કૌર 95 રન બનાવીને અણનમ રહી હતી. WPL 2023માં સોફી ડિવાઈન 99 રન બનાવીને આઉટ થઈ હતી, જ્યારે એલિસા હીલીએ અણનમ 96 રન બનાવ્યા હતા અને તાહલિયા મેકગ્રાએ અણનમ 90 રન બનવ્યા હતા.

સોર્સ : Google