નેટફ્લિક્સ પર 1999માં કંદહાર પ્લેન હાઇજેક પર બનેલી વેબ સિરીઝ IC814: કંદહાર હાઇજેક રિલીઝ થઇ છે.
1999માં ઇન્ડિયન એરલાઇન્સના આ વિમાનને નેપાળમાં 5 આતંકવાદીઓએ હાઇજેક કર્યું હતું. વિમાનમાં 178 મુસાફર સવાર હતા. આ વિમાનને અફઘાનિસ્તાનના કંદહાર લઇ જવામાં આવ્યું હતું.
કરાચીથી ફ્રેન્કફર્ટ જતા પેન એમ ફ્લાઇટને આતંકીઓએ હાઇજેક કર્યું હતું. આ હાઇજેક દરમિયાન 20 મુસાફર માર્યા ગયા હતા જેમાં 12 ભારતીય પણ સામેલ હતા.
હાઇજેકમાં કેટલાક મુસાફર ભાગવામાં સફળ થયા હતા કારણ કે ફ્લાઇટ એટેડન્ટ નીરજા ભનોટે જીવના જોખમે મુસાફરોની મદદ કરી હતી.
ઇરાકી એરવેઝને ડિસેમ્બર 1986માં હિજબુલ્લાહના 4 આતંકીઓએ હાઇજેક કરી લીધી હતી. આ વિમાન દૂર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં 90થી વધુ મુસાફર માર્યા ગયા હતા.
વિશ્વના સૌથી ભયંકર વિમાન હાઇજેકિંગમાંથી એક આ ઘટનામાં ઇથિયોપિયા એરલાઇન્સનું વિમાન હાઇજેક બાદ ફ્યૂલ ઓછું થતા ક્રેશ થઇ ગયું હતું. આ ઘટનામાં 122 મુસાફર અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા.
9/11ના નામથી જાણીતા આ હુમલામાં આતંકવાદીઓએ 4 પ્લેન હાઇજેક કર્યા હતા અને તેને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે ટકરાવ્યા હતા.આ હુમલામાં 3000થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેન હતો જેને બાદમાં અમેરિકાએ ઠાર માર્યો હતો.