ભારતમાં બન્યો વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ પુલ, જાણો તેમા શું છે ખાસ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ પુલ (Chenab Bridge) દેશને સમર્પિત કરી રહ્યા છે. આ સાથે તેઓ બે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. હવે લોકો કોઈપણ હવામાનમાં ટ્રેન દ્વારા કાશ્મીરથી શ્રીનગર સીધા મુસાફરી કરી શકશે.
નદીથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત ચિનાબ રેલ બ્રિજ, એક સ્થાપત્ય અજાયબી છે જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ છે.
આ 1,315 મીટર લાંબો સ્ટીલ કમાન પુલ છે, જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. તે ભૂકંપ અને પવનની સ્થિતિનો સામનો કરવા બનાવેલો છે.
આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-Vમાં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલા પહોળા પાયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનું કહેવાય છે અને તેના પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી શકે છે.
ચિનાબ પુલ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતા સુધીના ભૂકંપ અને 40 ટન TNT જેટલા વિસ્ફોટોનો સામનો કરી શકે છે. આ પુલની એક મોટી અસર જમ્મુ અને શ્રીનગર વચ્ચે કનેક્ટિવિટી વધારવાની રહેશે.
પુલ પર ચાલતી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 3 કલાક લાગશે, જે વર્તમાન મુસાફરીનો સમય 2-3 કલાક ઘટાડશે.