વિશ્વનો પહેલો સુપર હોર્સ તૈયાર, જેનેટિક એડીટીંગનો છે ચમત્કાર

આર્જેન્ટિનાના પુરસ્કાર વિજેતા ઘોડી પોલો પુરેઝાના હવે જેનેટિક એડીટેડ ઘોડાઓમાં જીવંત રહેશે, જે પોલો ઘોડાનું એક એડવાન્સ વર્ઝન છે. આ ઘોડાઓ તેમના પૂર્વજો કરતાં વધુ સારા છે. તે ઝડપથી દોડે છે. તે વધુ સ્વસ્થ અને મજબૂત છે.

આર્જેન્ટિનાની બાયોટેક ફર્મ ખેરિયનના વૈજ્ઞાનિકોએ CRISPR-CAS9 નામની તકનીકનો ઉપયોગ કરીને વિશ્વના પ્રથમ જેનેટિક એડીટેડ ઘોડા વિકસાવ્યા છે.

આ ઘોડાઓનો જન્મ ગયા ઓક્ટોબર અને નવેમ્બરમાં થયો હતો. ખેરિયનના સહ-સ્થાપક અને વૈજ્ઞાનિક નિર્દેશક ગેબ્રિયલ વિચેરાએ જણાવ્યું હતું કે અમે ઘોડાઓના જન્મ પહેલા તેમના જીનોમ ડિઝાઇન કરીએ છીએ.

ઘોડી પોલો પુરેઝા, જેનો સ્પેનિશમાં અર્થ "શુદ્ધતા" થાય છે. તેને આર્જેન્ટિના એસોસિએશન ઓફ પોલો હોર્સ બ્રીડર્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી હતી.

વૈજ્ઞાનિકોએ પાંચ ઘોડાઓના આનુવંશિક આધાર તરીકે પોલો પુરેઝાના જનીનો લીધા. જનીનોમાં ફેરફાર કર્યો. જેથી ચેમ્પિયન ઘોડાના અન્ય ગુણો જાળવી શકાય.

વિચેરાએ કહ્યું કે કેટલાક સ્નાયુ તંતુઓ છે જે તેમને વધુ સારા બનાવે છે. તેમણે કહ્યું કે ધ્યેય એક જ પેઢીમાં આ જનીનોને ચોક્કસ રીતે સમાવિષ્ટ કરવાનો હતો.

વિશેરાએ કહ્યું કે આનો અર્થ એ છે કે ઘોડાઓ આનુવંશિક ડોપિંગ અથવા આનુવંશિક રીતે સુધારેલા જીવોની શ્રેણીમાં આવતા નથી. અમે કંઈ કૃત્રિમ નથી બનાવતા, પરંતુ કુદરતી ક્રમ અપનાવી રહ્યા છીએ.

"અમે તેને બીજા કુદરતી ઘોડાનો પરિચય કરાવી રહ્યા છીએ, જે કુદરતની પ્રક્રિયા છે, પરંતુ અમે તે ઝડપી અને વધુ લક્ષ્યાંકિત રીતે કરીએ છીએ," વિચેરાએ કહ્યું.

આ તકનીક વૈજ્ઞાનિકોને કોઈપણ ઘોડાના જીનોમને સમાયોજિત કરવા સક્ષમ બનાવે છે. ખેરિયન ડુક્કરમાં ફેરફાર કરવા પર પણ કામ કરી રહ્યું છે જેથી તેમના અંગો માનવ પ્રત્યારોપણ માટે સુસંગત બની શકે. ગાયોને વધુ પ્રોટીન અથવા ટૂંકા વાળ ઉગાડવા જેથી તેઓ ગરમીને વધુ સારી રીતે સહન કરી શકે.