'વર્લ્ડ લાયન ડે'ની શરૂઆત બિગ કેટ રેસક્યૂ દ્વારા કરવામાં આવી હતી. બિગ કેટ રેસક્યુના બેનર હેઠળ પતિ-પત્નીની ટીમ ડેરેક અને બેવર્લી જોબર્ટે અનેક સંસ્થાઓને જોડી હતી અને તેમના દ્વારા સિંહોના રેસક્યૂના પ્રયાસો કરવામાં આવ્યા હતા, ત્યારથી દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વર્લ્ડ લાયન ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે.

સિંહો માટે તેમનો પરિવાર સૌથી મહત્ત્વનો હોય છે. તેઓ પ્રાઇડ્સ તરીકે ઓળખાતા ગ્રુપ્સમાં રહે છે જેમાં ફીમેલ તેમના બચ્ચા અને થોડા મેલ હોય છે. કેટલાક ગ્રુપ્સમાં 40 જેટલા મેમ્બર્સ હોય છે.

સિંહો દિવસના બેથી ત્રણ કલાક શિકારમાં, એક કલાક ખાવામાં અને બાકીના કલાકો ઊંઘવામાં ગાળે છે.

સિંહોની દ્રષ્ટિ અંધારામાં માણસો કરતા છ ગણી સારી હોય છે. તેમની આંખોની પાછળ કોષોનું પ્રતિબિંબીંત સ્તર હોય છે. ચંદ્ર અને તારાઓમાંથી પ્રકાશ કોષોને અથડાય છે અને કારની હેડલાઇટની જેમ આગળ ઉછળે છે. અંધારામાં પ્રાણીઓ અને આસપાસની જગ્યાઓ તેમને વધુ સ્પષ્ટ દેખાય છે.

સિંહ 6થી 7 ફૂટ લાંબા હોય છે. તેમનું વજન 170-230 કિગ્રાની આસપાસ હોય છે. જ્યારે સિંહણનું કદ 1 મીટર જેટલું ઓછું હોય છે અને તેમનું વજન 120-180 કિગ્રા હોય છે.

સિંહોની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે.

સિંહોના અસ્તિત્વ સામે જંગલોની ઘટતી સંખ્યા મોટી ચેલેન્જ તરીકે ઊભરીને આવી છે.