આજે વિશ્વ સિંહ દિવસ! આવો, ગુજરાતની શાન એશિયાટિક સિંહની દુનિયામાં પ્રવેશીએ અને તેના સંરક્ષણની સફર જાણીએ.

સોર્સ : Google

સિંહ એટલે જંગલનો રાજા! તે ઇકોસિસ્ટમનું સંતુલન જાળવે છે, શિકારની સંખ્યા નિયંત્રિત કરે છે અને જૈવવિવિધતાને ટેકો આપે છે.

સોર્સ : X

અંદાજ મુજબ, વિશ્વમાં સિંહોની કુલ વસ્તી આશરે 20,000થી 24,000ની વચ્ચે છે, જેમાંથી લગભગ 99% સિંહો સબ-સહારન આફ્રિકામાં જોવા મળે છે, જ્યારે બાકીના ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે.

સોર્સ : x

"દુઃખની વાત! આફ્રિકામાં સિંહોની સંખ્યા છેલ્લા 20 વર્ષમાં 43% ઘટી છે. ગીરમાં સંખ્યા વધી (891, 2025), પણ જોખમો યથાવત છે.

સોર્સ : x

ગુજરાતની ગૌરવગાથા! 1970માં માત્ર 200 સિંહ હતા, આજે 891 એશિયાટિક સિંહો ગીરમાં રાજ કરે છે! બરડા વન્યજીવ અભયારણ્ય નવું ઘર બની રહ્યું છે.

સોર્સ : x

સિંહની ગર્જના 8 કિમી દૂર સુધી સંભળાય છે! સિંહણો 80-90% શિકાર કરે છે.સિંહો દિવસમાં 20 કલાક સુધી આરામ કરે છે.

સોર્સ : x

પ્રોજેક્ટ લાયન અને સ્થાનિક સમુદાયોના સહયોગથી ગીરમાં સિંહો સુરક્ષિત છે. GPS ટ્રેકિંગ અને લાયન ગાર્ડિયન્સ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડે છે

સોર્સ : x

ગુજરાત એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે!ગીર અને બરડા અભયારણ્ય એશિયાટિક સિંહોનું રક્ષણ કરે છે.

સોર્સ : x