વિશ્વભરમાં માઇક્રોસૉફ્ટના સર્વરમાં ખામી સર્જાતા એરપોર્ટ, માર્કેટ, બેન્ક, સ્ટૉક એક્સચેન્જ, રેલ્વે ઠપ થઇ ગયા છે.

વિશ્વભરમાં કેટલાક દેશ MS-Window સિવાય માઇક્રોસૉફ્ટ Teams, Azure, MS-સ્ટોર અને ક્લાઉડ સર્વિસ, માઇક્રોસૉફ્ટ 365ના બિલ ગેટ્સના માઇક્રોસૉફ્ટ સોફ્ટવેર પર જ નિર્ભર છે.

બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, બિલ ગેટ્સની નેટવર્થ વર્તમાન સમયમાં 160 બિલિયન ડૉલર છે. કેટલાક સમયમાં બિલ ગેટ્સની નેટવર્થમાં ઝડપથી વધારો થયો છે.

ભારતીય કરન્સીના હિસાબથી બિલ ગેટ્સ પાસે 13 લાખ કરોડ કરતા વધારેની નેટવર્થ છે. બિલ ગેટ્સ વિશ્વમાં અમીરોની યાદીમાં પાંચમા નંબર પર છે.

બિલ ગેટ્સ 31 વર્ષની ઉંમરમાં જ બિલિયોનર બની ગયા હતા. 1986માં તેમની કંપની શેર માર્કેટમાં સામેલ થઇ અને બિલ ગેટ્સ અબજપતિઓની યાદીમાં આવી ગયા હતા.

બિલ ગેટ્સ 1992માં અમેરિકાના અને 1995માં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા.