વિરાટ કોહલી સાથે જીત્યો વર્લ્ડ કપ, હવે IPL 2025માં અમ્પાયરિંગ કરશે આ ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ લીગની 18મી સિઝન છે.
ખાસ વાત એ છે કે આ વખતે IPLમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે અંડર-19 વર્લ્ડ કપ રમનાર ખેલાડી અમ્પાયરની ભૂમિકામાં હશે.
અમે વાત કરી રહ્યા છીએ તન્મય શ્રીવાસ્તવ વિશે જે 2008માં કોહલીની કેપ્ટનશિપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો.
લગભગ 5 વર્ષ પહેલા ક્રિકેટ રમવાનું બંધ કરનાર તન્મય હવે IPLમાં અમ્પાયર તરીકે પસંદ થયો છે.
તમને જણાવી દઈએ કે ક્રિકેટ રમવાનું છોડી દીધા પછી, તન્મય શ્રીવાસ્તવે અમ્પાયરિંગનો કોર્ષ કર્યો હતો.
લેવલ 2 કોર્સ પૂર્ણ કર્યા પછી, તેણે ઘરેલું ક્રિકેટમાં અમ્પાયરિંગનો અનુભવ મેળવ્યો હતો.
તમને જણાવી દઈએ કે તન્મય IPLમાં પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબ) ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે 2008થી 2010 સુધી ટીમ સાથે સંકળાયેલો હતો.
તન્મય કુલ 7 IPL મેચ રમ્યો અને તેને 3 ઈનિંગ્સમાં રમવાની તક મળી જેમાં તેણે કુલ 8 રન બનાવ્યા હતા. પંજાબ સિવાય તન્મય કોચી ટસ્કર્સ કેરળ અને ડેક્કન ચાર્જર્સની ટીમમાં પણ સામેલ હતો. જોકે તે આ ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો બન્યો.
તન્મયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક નહતી મળી. તમને જણાવી દઈએ કે તન્મય 35 વર્ષનો છે.