શું 16 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે 48 વર્ષની અભિનેત્રી?

સુષ્મિતા લગ્ન કરશે: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના લગ્ન અને સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.

વર્ષ 2023માં સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો હતો. આ સિવાય તેમનું નામ લલિત મોદી સાથે પણ જોડાયું હતું. રોહમન શૉલ સાથે બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા.

હવે સુષ્મિતા ફરી રોહમન સાથે રિલેશનશિપ છે. તેઓ ઘણીવાર પાર્ટી અને સેલિબ્રેશનમાં સાથે જોવા મળે છે.

સુષ્મિતાએ કહ્યું- ઘણા લોકો તેમના એક્સ સાથે મિત્રતા રાખે છે. તેઓ જાણતા નથી કે લાઈન ક્યાં ડ્રો કરવી, પણ મિત્રતા તો થઈ શકે છે, મેં જાતે જોયું છે.

"મારા જીવનમાં પણ આવું બન્યું છે, જ્યાં હું મારા એક્સ બોયફ્રેન્ડ સાથે મિત્રતામાં છું. લગ્નની વાત કરીએ તો, હું કરીશ. પરંતુ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને મળવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

"જો તમે યોગ્ય વ્યક્તિ શોધી લો અને બધા બોક્સ પર નિશાની કરો તો મને લાગે છે કે હું પણ લગ્ન કરીશ. જેનો અર્થ છે કે હું પણ એક દિવસ ચોક્કસ લગ્ન કરીશ."

ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેનનું નામ રણદીપ હુડ્ડા સાથે જોડાયું હતું. બંને વચ્ચે બે વર્ષથી સંબંધ હતો. આ પછી અભિનેત્રી 2018 થી 2021 સુધી રોહમન સાથે હતી. ત્યારબાદ બંને અલગ થઈ ગયા, પરંતુ વર્ષ 2024માં બંને ફરી સાથે આવ્યા.