વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ટૂંક સમયમાં તેના પરિવાર સાથે લંડન શિફ્ટ થઇ જશે.

આ વાતની પુષ્ટિ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કરી છે. હવે કોહલી ભારત છોડવાનું વિચારી રહ્યો છે.

ઘણાં સમયથી કોહલી અને અનુષ્કા લંડનમાં શિફ્ટ થઇ શકે છે, તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

વિરાટ કોહલીનું દિલ્હીમાં અને મુંબઈમાં એક ઘર છે. આ સિવાય તેણે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ અને અલીબાગમાં એક બંગલો પણ ખરીદ્યો હતો.

વિરાટ કોહલીનું નવું ઘર લંડનમાં હશે.પરંતુ વિરાટે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.