ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર વિલ પુકોવસ્કીને બળજબરી સંન્યાસ લેવડાવી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે એક ટેસ્ટ મેચ રમી ચુકેલા 26 વર્ષીય પુકોવસ્કીએ મેડિકલ પેનલની સલાહ પર સંન્યાસ લેવો પડ્યો છે.

ક્રિકેટ ઇતિહાસમાં આ રીતનો પ્રથમ અને અનોખી ઘટના સામે આવી છે. પુકોવસ્કીની ટેકનિક એટલી ખરાબ હતી કે પોતાના નાના કરિયરમાં 13 વખત બોલ તેના હેલ્મેટ પર લાગી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેડિકલ પેનલે ત્રણ મહિના પહેલા પુકોવસ્કીને રિટાયર થવાની ભલામણ કરી હતી.

વિલ પુકોવસ્કીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ટેસ્ટ સ્ટાર ગણવામાં આવતો હતો. નાની ઉંમરમાં જ આ ખેલાડી ઓસ્ટ્રેલિયામાં ચર્ચામાં આવી ગયો હતો.

પુકોવસ્કીએ 36 ફર્સ્ટ ક્લાસ મેચમાં 45થી વધુની એવરેજ સાથે 2350 રન બનાવ્યા હતા. પુકોવસ્કીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 255 રન હતો.