જ્હાન્વી કપૂરે બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે. તે એક ઈવેન્ટમાં શિખરના નામનો નેકલેસ પહેરેલી જોવા મળી હતી. જ્હાન્વી અને શિખર બંને વચ્ચેનું ટ્યુનિંગ ફેન્સને પસંદ છે.
અભિનેત્રીએ તેના સંબંધની પુષ્ટિ કરતા જ અભિનેત્રીનો જૂનો ઈન્ટરવ્યુ ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે. આમાં તેણે મેરેજ પ્લાનિંગ વિશે વાત કરી હતી.
બ્રાઇડ્સ ટુડે સાથે વાત કરતી વખતે, અભિનેત્રીએ કહ્યું હતું કે તે ઇન્ટિમેટ વેડિંગ પસંદ કરશે. જ્હાન્વીએ તેના લગ્નનો લૂક પણ જાહેર કર્યો હતો.મારા મનમાં શરૂઆતથી જ લગ્ન કેવું રહેશે તેની સ્પષ્ટ તસવીર મારી પાસે છે.