ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સે T20 વર્લ્ડ કપ 2026માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. ન્યુઝીલેન્ડ સામે સુપર-8 મેચમાં તેણે પોતાની ટીમ માટે મેચવિનિંગ ઈનિંગ રમી હતી. તેણે અંતિમ ઓવર્સમાં 18 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા, સાથે બે વિકેટ પણ લીધી હતી.
સોર્સ : Google
આ શાનદાર પ્રદર્શન માટે વિલ જેક્સને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે T20 વર્લ્ડ કપની એક જ એડિશનમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ્સ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે.
સોર્સ : Google
વિલ જેક્સને T20 વર્લ્ડ કપ 2026માં 4 વખત 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે તે આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. T20 વર્લ્ડ કપ 2012માં શેન વોટસને પણ 4 વખત 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો હતો.
સોર્સ : Google
વિલ જેક્સ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ મેળવનાર ખેલાડી બની ગયો છે. તેણે કેવિન પીટરસન, લ્યુક રાઈટ, જોસ બટલર અને આદિલ રશીદ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, જેમણે 3-3 વખત એવોર્ડ જીત્યા છે.
સોર્સ : Google
T20 વર્લ્ડ કપની આ એડિશન વિલ જેક્સ માટે અત્યાર સુધી ખૂબ શાનદાર રહી છે. તેણે 7 મેચમાં 63.66ની એવરેજ અને 176.85ના સ્ટ્રાઇક રેટથી 191 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 7 વિકેટ પણ લીધી છે.