વિશ્વની સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી થવાની છે.

બરાક ઓબામાએ બાઈડેનની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે 'અમેરિકાના પ્રમુખે ચૂંટણી પહેલા તેમની ફરી વાર દાવેદારીને લઈને ગંભીરતાથી વિચારની જરૂર છે.

આ પહેલા નેન્સી પેલોસીએ ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે જો બાઈડેનની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યા હતા.

27 જૂને ટ્રમ્પ સાથેની ચર્ચામાં પ્રમુખ જો બાઈડન લથડતા જોવા મળ્યા હતા. આ પછી, ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમની ખરાબ તબિયતને લઈને ફરીથી ચૂંટણી લડવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

જો બાઇડન કોરોનાથી સંક્રમિત છે. લાસ વેગાસમાં યુનિડોસસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા બાઇડનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

જો બાઇડન ચૂંટણી રેસમાંથી બહાર થઇ પોતાની જગ્યાએ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કરવાની જાહેરાત કરી શકે છે.