આલિયા ભટ્ટ બોલિવૂડની ટોપ એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક લવિંગ વાઈફ અને સુપર માં પણ છે.
આલિયાએ 2022માં રણબીર કપૂર સાથે ડ્રીમ વેડિંગ કરી હતી. લગ્ન પછી 6 નવેમ્બર 2022એ તેણે દીકરી રાહાને જન્મ આપ્યો.
આલિયા માં બન્યા પછી ખૂબ ખુશ છે. પોતાની લાડલી દીકરીથી ખૂબ નજીક છે અવાર નવાર લિટલ પ્રિન્સેસ સાથે નજર આવે છે.
પણ શું તમે જાણો છો કે, એક દીકરીની માં બન્યા બાદ આલિયા ભટ્ટ ભવિષ્યમાં વધારે બાળકો ઈચ્છે છે. જી હા, એક્ટ્રેસે પોતે આ ઈચ્છા દર્શાવી છે.
હાલમાં જ મીડિયા ઇન્ટરેક્શન દરમિયાન આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે તે પોતાનું ભવિષ્ય કેવું જોવા માંગે છે?
આનો જવાબ આપતા આલિયાએ કહ્યું, “હુ ફિલ્મો કરવા ઈચ્છું છું માત્ર કલાકાર તરીકે જ નહીં પરંતુ પ્રોડ્યુસર તરીકે પણ.
એક્ટ્રેસે બાળકોની ઈચ્છા પણ જાહેર કરી, “હું વધુ બાળકો ઈચ્છું છું, ટ્રાવેલ કરવા ઈચ્છું છું અને હેલ્ધી, હેપ્પી, સિમ્પલ, શાંતિભરી ઝીંદગી ઈચ્છું છું.