મેટ ગાલા 2024માં પ્રિયંકા ચોપરાથી લઈને રિહાના સુધીના સ્ટાર્સે કેમ ના આપી હાજરી

મેટ ગાલા 2024માં દુનિયાભરની સેલેબ્રીટી પોતાનો જાદુ બતાવી રહ્યા છે, પરંતુ આ વખતે કેટલાક સ્ટાર્સ એવા છે જેઓ આ ઈવેન્ટનો ભાગ બની શક્યા નથી.

પ્રિયંકા ચોપરા કે તેનો પતિ આ ઈવેન્ટમાં પહોંચ્યા ન હતા. આ અંગે તેણે કહ્યું કે તે પોતાની ફિલ્મોના વ્યસ્ત શેડ્યૂલને કારણે ઈવેન્ટનો ભાગ બની શકી નથી.

પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગાયિકા રીહાન્નાને પણ ફ્લૂ થયો હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે ગાયિકા ઈવેન્ટમાં આવી શકી નથી.

જસ્ટિન બીબર અને હેલી બીબર: આ ઈવેન્ટમાં ન આવવાનું કારણ તેની ખરાબ તબિયત હોવાનું કહેવાય છે. તાજેતરમાં જસ્ટિનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હેલી જસ્ટિન તેની સંભાળ લઈ રહી છે.

દીપિકા પાદુકોણ: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં પોતાની પ્રેગ્નન્સી માણી રહી છે.

લેડી ગાગા ગાગા મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લીધો નથી, આ અંગે કોઈ માહિતી સામે આવી નથી.