આજકાલ ઘણા વાહનો CNG (Compressed Natural Gas) પર ચાલવા લાગ્યા છે. પેટ્રોલની સરખામણીતેની કિંમત ઓછી હોવાને કારણે પણ તે લોકપ્રિય છે.
તમે CNG વાહનો વિશે એક વાત નોંધી હશે કે CNG ભરતા પહેલા કર્મચારીઓ વાહનમાં બેઠેલા બધા લોકોને નીચે ઉતરવાનું કહે છે. ઘણા લોકોને ખબર નથી કે આવું શા માટે કરવામાં આવે છે. આ પાછળ એક નહીં પરંતુ 4 કારણો છે.
વાહનમાંથી ઉતરવાનું સૌથી મોટું કારણ અકસ્માતનો ભય છે. જો CNGમાં કોઈપણ પ્રકારનો લીકેજ હોય તો વાહનમાં વિસ્ફોટ થઈ શકે છે.
બીજું કારણ છે આફટર માર્કેટ CNG વાહનોમાં CNG નોબ બૂટમાં અથવા વચ્ચેની સીટ નીચે હોય છે.
ત્રીજું કારણ મીટર ચેક કરવાનું છે. CNGનું મીટર થોડું અલગ છે, તેને ચેક કરવા માટે વાહનમાંથી ઉતરવાનું કહેવામાં આવે છે.
ચોથું કારણ તેની ગંધ છે. CNG ઝેરી નથી, પરંતુ તેની ગંધથી કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવે છે.