સફેદ જ શા માટે હોય છે ટેસ્ટ ક્રિકેટની જર્સી?

ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ જર્સી પહેરે છે, જે રમતની જૂની પરંપરા છે.

19મી સદીમાં જ્યારે ક્રિકેટ દિવસ દરમિયાન રમાતી હતી, ત્યારે સફેદ જર્સી સૌથી યોગ્ય માનવામાં આવતી હતી.

સફેદ જર્સી રમતની પવિત્રતા અને પ્રામાણિકતા દર્શાવે છે. સફેદ રંગની સમાનતા રમતને વધુ સુંદર બનાવે છે

સફેદ કપડાં સૂર્યની ગરમીને ઘટાડે છે, જેથી તે ખેલાડીઓને આરામદાયક લાગે છે.

સફેદ જર્સી અને રેડ બોલનું મિશ્રણ બોલની હલનચલન સ્પષ્ટ રીતે બતાવવામાં મદદ કરે છે.

લાંબી ટેસ્ટ મેચ માટે સફેદ જર્સી વધુ ઉપયોગી સાબિત થાય છે.

સફેદ જર્સી હવે ટેસ્ટ ક્રિકેટની ઓળખ બની ગઈ છે. સફેદ જર્સી પહેરવી એ જૂની પરંપરા છે અને તે ખેલાડીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.