PM મોદી 15 ઓગસ્ટે કેમ પહેરે છે રાજસ્થાની પાઘડી? જાણો કારણ
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ અવસર પર વડાપ્રધાનની પાઘડીને લઈને ચર્ચા છે.
સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમના જેકેટથી લઈને કુર્તા-પાયજામા બધાનું ધ્યાન ખેંચી રહ્યા હતા. પરંતુ તેમની પાઘડી ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં પીએમ મોદી દરેક વખતે માથા પર રાજસ્થાની પાઘડી પહેરીને જોવા મળે છે. દરેક વખતે પાઘડીનો રંગ બદલાય છે.
આ પહેલીવાર નથી જ્યારે મોદીએ રાજસ્થાની પાઘડી પહેરી હોય. આ પહેલા પણ મોદી રાષ્ટ્રીય તહેવારો પર રાજસ્થાની પાઘડી પહેરતા જોવા મળ્યા છે.
આ રાજસ્થાની પાઘડીનું મુખ્ય કારણ એ છે કે આ રાજસ્થાની પાઘડીને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે, તે સ્વાભિમાનનું પ્રતીક પણ છે.
આ પાઘડી માત્ર રાજસ્થાનમાં જ તૈયાર કરવામાં આવે છે. જેના માટે લગભગ 5 મીટર કાપડની જરૂર પડે છે.
પહેલા કાપડને રંગવામાં આવે છે. આ પછી તેને પાઘડીની જેમ તૈયાર કરવામાં આવે છે.