1999માં જમ્મુ કાશ્મીના કારગિલ જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું.

કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઊજવવામાં આવે છે.

કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું.

ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.

કારગિલ યુદ્ધમાં 500થી વધુ સૈનિકો શહીદ થયા હતા.

કારગિલ યુદ્ધ બે મહિના કરતા વધુ સમય સુધી ચાલ્યું હતું. ભારતીય સેનાએ 26 જુલાઈ 1999ના રોજ રણનૈતિક ચોટીઓ પર સફળતાપૂર્વક કબ્જો કર્યો હતો અને જીતની ઘોષણા કરી હતી.