81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન કેમ કરી રહ્યા છે આટલી મહેનત? મેગાસ્ટારે પહેલીવાર જણાવ્યું કારણ

અમિતાભ બચ્ચન કરોડોની સંપત્તિના માલિક છે અને 81 વર્ષના છે, તેમ છતાં તેઓ સતત કામ કરી રહ્યા છે.

બિગ બી તાજેતરમાં રિલીઝ થયેલી 'કલ્કી 2898 એડી'માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને હવે તેઓ KBCના શૂટિંગમાં વ્યસ્ત છે.

જ્યારે તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી, તો 81 વર્ષની ઉંમરમાં પણ સતત કેમ કામ કરો છો? આ પ્રશ્ન તેમને વારંવાર પૂછવામાં આવે છે.

આ સવાલોના જવાબ હવે બિગ બીએ પોતે આપ્યા છે. બિગ બીએ 81 વર્ષની ઉંમરમાં પણ કામ કરવા વિશે ખુલીને વાત કરી હતી.

તેમણે કહ્યું કે તે આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે, કારણ કે તેમને હજુ પણ કામ મળી રહ્યું છે.

અમિતાભ બચ્ચને પહેલીવાર તેમના બ્લોગમાં તેમની ઉંમરના આ તબક્કે પણ કામ કરવાના કારણ વિશે વાત કરી હતી.

તેમણે લખ્યું- 'લોકો મને સેટ પર વારંવાર પૂછે છે કે તમારે આટલું કામ કરવાની શી જરૂર છે?'

'મારી પાસે આનો કોઈ જવાબ નથી, એ કહેવા સિવાય કે 'મને હજુ પણ કામ મળી રહ્યું છે.'

'ઘણા લોકોની પોતાની શરતો હોય છે, કેટલાક લોકો તેમના રોલ મોડલને અનુસરવા માટે આવું કરે છે. મને મારું કામ કરવાની સ્વતંત્રતા છે.

1969માં અમિતાભે 'સાત હિન્દુસ્તાની' ફિલ્મથી પોતાની કરિયર શરૂ કરી હતી. તેઓ છેલ્લા 55 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છે.