બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાને પોતાના વર્ષોના ફિલ્મી કરિયરમાં એક્શન અને રોમેન્ટિક સહિત અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે.
પરંતુ સલમાન ક્યારેય પડદા પર કિસિંગ કે ઈન્ટીમેટ સીન કરતો નથી. તે લવ મેકિંગ સીન ટાળે છે.
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પોતાની ફિલ્મોમાં નો-કિસિંગ પોલિસી વિશે વાત કરી હતી. થોડા વર્ષો પહેલા અરબાઝ અને સોહેલ ભાઈ સલમાન સાથે કપિલ શર્માના શોમાં મહેમાન તરીકે આવ્યા હતા.
આ દરમિયાન કપિલે સલમાનને તેની ફિલ્મોમાં કિસ ન કરવાની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં દબંગ સ્ટારે પોતે કહ્યું હતું - જુઓ... હું પડદા પર કિસ નથી કરતો... તેથી મને કોઈ ફરક પડતો નથી.
પરંતુ આ દરમિયાન અરબાઝ ખાને કંઈક એવું કહ્યું હતું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અરબાઝે ભાઈ સલમાનની કિસ ન કરવાની નીતિ પર કહ્યું હતું - તે પડદા પર એટલું બધું કરે છે કે તેની કોઈ જરૂર નથી.
અરબાઝના આ નિવેદન પર સલમાન ખાન પણ હસવાનું રોકી શક્યો નહતો.
સલમાન ખાન વિશે એવા પણ અહેવાલો હતા કે તેને ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'માં કેટરિના કૈફ સાથે કિસિંગ સીન કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અભિનેતાએ ના પાડી દીધી હતી.