RCB દર સિઝનમાં એક મેચમાં શા માટે પહેરે છે ગ્રીન જર્સી?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) IPLની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાંની એક છે. તેના દુનિયાભરમાં કરોડો ફેન્સ છે.

ગયા રવિવારે, ફ્રેન્ચાઈઝીએ IPL 2025 માટે કોલકાતામાં ગ્રીન જર્સી લોન્ચ કરી હતી.

RCBના ખેલાડીઓ બધી મેચમાં રેડ જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કરે છે. પરંતુ તે દર સિઝનમાં એક મેચ ગ્રીન જર્સી પહેરીને રમે છે.

હવે કેટલાક લોકોના મનમાં સવાલ ઉભો થતો હશે કે RCB દર વર્ષે એક મેચમાં ગ્રીન જર્સી શા માટે પહેરે છે? ચાલો આજે તેનું કારણ જણાવીએ.

RCBની ટીમ ગ્રીન જર્સી પહેરીને પર્યાવરણીય સંરક્ષણ અને હરિયાળીને પ્રોત્સાહન આપવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ટીમનો ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો અને શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપવાનો છે.

ગ્રીન જર્સી દ્વારા, ટીમ એ સંદેશ પણ આપે છે કે આપણે આપણી આસપાસ ઓછો કચરો કરવો જોઈએ. ખાસ વાત એ છે કે આ જર્સી કચરાનું રિસાયક્લિંગ કરીને તૈયાર કરવામાં આવે છે.

2011થી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડીઓ એક મેચમાં ગ્રીન જર્સી પહેરે છે.

જોકે, વર્ષ 2021માં, ટીમે કોરોના વોરિયર્સ પ્રત્યે આદર દર્શાવવા માટે સ્કાય બ્લુ જર્સી પહેરી હતી.