નીતા અંબાણી પોતાની સ્ટાઇલ અને ફેશનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમનો ફેશનેબલ અંદાજ ફિલ્મી સ્ટાર્સને પણ પાછળ છોડી દે છે.

પોતાના સ્ટાઇલિશ અંદાજ માટે ફેમસ નીતા અંબાણી ફેશનેબલ હોવાની સાથે જ ખૂબ ધાર્મિક પણ છે. ભારતીય રીતિ-રિવાજ પ્રત્યે તેમની આસ્થા કાયમ જોવા મળે છે.

ધાર્મિક અનુષ્ઠાનમાં નીતા અંબાણી હંમેશા ભારતીય પોશાકમાં જ દેખાય છે. પારંપરિક કપડાંની તેમની પસંદ ચોક્કસ બદલાતી રહે છે પરંતુ કપડાંનો રંગ હંમેશા લાલ જ હોય છે.

તેઓ સિદ્ધિ વિનાયક મંદિર જાય કે પછી કોઈ પૂજામાં બેસે, તેઓ કાયમ લાલ રંગના ડ્રેસ, સાડી કે લહેંગામાં જ જોવા મળે છે.

હાલમાં જ અનંત-રાધિકાના લગ્ન માટે રાખવામાં આવેલી માતા કી ચૌકીમાં પણ તેમણે પારંપરિક લાલ ઘરચોળા સાડી પહેરી હતી.

નીતા અંબાણીની આ ડાર્ક રેડ સાડીમાં ગોલ્ડન કલરથી બાંધણી અને જરીનું કામ કરવામાં આવ્યું હતું જે તેમને રોયલ લુક આપતી હતી.

હવે પ્રશ્ન એ થાય છે કે, આખરે લાલ રંગના જ કપડાંમાં કેમ દેખાય છે? તેનું કારણ તેમનો ધર્મમાં અતૂટ વિશ્વાસ છે.

હિન્દુ રીતિ-રિવાજમાં લાલ રંગને ખૂબ શુભ માનવામાં આવે છે. મહિલાઓ અથવા યુવતીઓના લાલ રંગના કપડાં પહેરીને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

એવી માન્યતા છે કે, લાલ રંગથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓમાં વિશ્વાસ કરનારા નીતા અંબાણી કાયમ પૂજામાં લાલ રંગના કપડાં પહેરે છે.