પ્લેન, ટ્રેન કે ગાડીમાં મુસાફરી કરીએ ત્યારે થોડા સમયમાં જ ગાઢ નિંદ્રા આવવા લાગે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ જોવા મળે છે.

સોર્સ : GOOGLE

જ્યારે આપણે ગાડી, ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરી કરીએ ત્યારે શરીર હળવી અને નિયમિત ગતિ અનુભવે છે. જેનાથી હળવા ઝૂલા જેવો પ્રભાવ પેદા થાય છે જે મગજને શાંત કરે છે. જેનાથી રિલેક્સેશન વધતાં ઊંઘની સંભાવના વધે છે.

સોર્સ : GOOGLE

પ્રવાસ દરમિયાન વાતાવરણ સુરક્ષિત અને શાંત હોવાનો મગજને સંકેત મળે છે. એવા માહોલમાં મગજમાંથી એલર્ટનેસ ઓછી થઈ જતા શરીર આરામના મોડમાં જવા તરફ વળે છે.

સોર્સ : GOOGLE

કુદરતી પ્રકાશ ઓછો અથવા બંધ વાતાવરણમાં રહેવાથી શરીરને દિવસ રાતનો યોગ્ય સંકેત ના મળતા મેલાટોનિન હોર્મોન વધે છે જેનાથી ઊંઘનો અહેસાસ થાય છે.

સોર્સ : GOOGLE

લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું, શારીરિક ગતિવિધિ અને પ્રવાસની એકરસતા મગજની સક્રિયતા ઘટાડે છે. જ્યારે માનસિક ઉત્તેજના ઘટે તો શરીર ઉર્જા બચાવવાના મોડમાં ચાલતા ઊંઘ આવવા લાગે છે.

સોર્સ : GOOGLE

ઉંઘ આવવા પાછળ પ્રવાસ પહેલાનો થાક મોટું કારણ છે. મોટે ભાગે પ્રવાસ માટે લોકો ઝડપી ઉઠે છે. પેકિંગ કરે છે. ભાગમભાગ હોય છે.. એવામાં ગાડીમાં બેસે એટલે ત્યારે શરીરને આરામદાયક માહોલ મળે છે.

સોર્સ : GOOGLE

ઊંઘ આવવામાં કેટલાક વધારાના પરિબળો ફાળો આપી શકે છે, જેમ કે ઓક્સિજનનું સ્તર થોડું ઓછું થવું, ભેજ ઓછો થવો અને ડિહાઇડ્રેશન, જે થાક અને સુસ્તી વધારી શકે છે.

સોર્સ : GOOGLE