રામનામી સમાજના લોકો કેમ શરીર પર લખે છે રામનામ
પીએમ નરેન્દ્ર મોદી ને છત્તીસગઢ કેંજગીર-ચાંપા જનસભાના સમયે રામનામી સમાજના પૂજ્ય આચાર્ય મહેત્તર રામ અને માતા સેત ભાઈ રામનામીના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ આ મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
તેમની સંસ્કૃતિ પ્રમાણે દરેક કણમાં રામનો વાસ છે. આ સમાજના લોકો પોતાના શરીર પર 'રામ'નું ટેટૂ કરાવે છે. તેઓ ‘રામ’ લખેલા કપડાં પહેરે છે.
રામનામી સમુદાયના લોકોને પૂજા કરવા મંદિર જવાની જરૂર નથી. તેઓ મનુષ્ય, વનસ્પતિ, પ્રાણીઓ અને પ્રકૃતિમાં ભગવાન રામને જુએ છે.રામનામી સમુદાયના લોકો શુદ્ધ શાકાહારી છે. દારૂ ના સેવનથી દૂર રહે છે, લગ્નમાં દહેજ પ્રથાનો વિરોધ કરે છે
રામનામી સમુદાયના લોકો પોતાના શરીર પર રામના નામનું ટેટૂ કરાવે છે. જેના કારણે મૃત્યુ બાદ મૃતદેહને બાળવામાં આવતો નથી. તેઓ એકબીજાને રામ કહી બોલાવે છે.
રામનામી સમાજની સ્થાપના 1890 ની આસપાસ પરશુરામ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. પોતાના શરીર પર રામના નામનું ટેટૂ બનાવનાર તે સૌપ્રથમ હતો. આ સમાજના લોકો માથા પર મોર પીંછાની ટોપી પહેરે છે.