કોઈપણ ઓળખ પત્રમાં ફોટોગ્રાફ લેવાના કેટલાક નિયમો હોય છે. જોકે, એવું નથી કે તમે ફોટોગ્રાફમાં હસતા ન દેખાવા જોઈએ, પરંતુ તેમ છતાં લોકોને ઓળખ પત્રમાં સ્માઇલ કરવાની મનાઈ હોય છે.

આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ માટે ફોટોગ્રાફ લેતી વખતે લોકો ખૂબ જ ગંભીર મુદ્રામાં જોવા મળે છે. કેટલાક નિષ્ણાતોએ આ માટે ખૂબ જ સૂક્ષ્મ કારણ આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે પાસપોર્ટ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ઘણી જગ્યાએ ઓળખ કાર્ડનું પણ કામ કરે છે અને આધાર કાર્ડ સાથે, PAN પણ ભારતીય નાગરિકોનું બીજું મહત્ત્વનું ઓળખ કાર્ડ બની ગયું છે.

આ તસવીરોમાં લોકો હસતા નથી જેની પાછળ ઘણા કારણો છે. આ ફોટા મશીનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, જેમ કે ફેસ રિકોગ્નિશન સિસ્ટમ. સ્માઇલ કરવાથી ચહેરાની બનાવટ બદલાઈ જાય છે જેથી મશીન તેને યોગ્ય રીતે ઓળખી શકતું નથી.

નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે, સમાન અને તટસ્થ ચહેરાના હાવભાવવાળા ફોટોગ્રાફ્સની સરખામણી કરવી સરળ બની જાય છે. તેનાથી છેતરપિંડી અને ઓળખ છુપાવવાની શક્યતા ઘટી જાય છે.

ગંભીર અને તટસ્થ ચહેરાવાળી ફોટોને ચહેરાની ઓળખ સોફ્ટવેર દ્વારા વધુ સરળતાથી અને સચોટ રીતે સ્કેન કરી શકાય છે. સમાઇલ કરવાથી ચહેરાની બનાવટ બદલાઈ જાય છે, જે ઓળખ પ્રક્રિયાને જટિલ બનાવી શકે છે.

તટસ્થ ચહેરો વ્યક્તિની આગવી ઓળખ દર્શાવે છે. જુદી-જુદી મુદ્રામાં લીધેલી તસવીરોમાં વ્યક્તિનો ચહેરો અલગ દેખાઈ શકે છે. જે ઓળખમાં ભ્રમ ઉત્પન્ન કરી શકે છે.

ગંભીર ચહેરાનો ફોટો ફોટોશોપ કરી શકાતો નથી જ્યારે હસતો ફોટો સરળતાથી એડિટ કરી શકાય છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે. મશીન દ્વારા સ્કેનિંગ કરતી વખતે, ચહેરાની ગંભીર મુદ્રામાં લીધેલો ફોટો સૌથી સચોટ ફોટો માનવામાં આવે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બાયોમેટ્રિક ફોટોગ્રાફ લેતી વખતે પણ આ જ નિયમનું પાલન કરવામાં આવે છે. બાયોમેટ્રિક ફોટોમાં કોઈપણ પ્રકારની અભિવ્યક્તિ નથી. જો તમે પાસપોર્ટને ધ્યાનથી જોયો હોય તો તેમાં લીધેલા ફોટામાં કેટલાક ઓળખ ચિહ્નો છે.

સાયબર નિષ્ણાત મુજબ, જો લોકોને હસવાની છૂટ મળે તો લોકો આ તસવીરોમાં પણ પ્રયોગ કરવા લાગશે. આવી સ્થિતિમાં, જો થોડો પણ પ્રયોગ કરવામાં આવે તો ચહેરાનો વાસ્તવિક ફોટોગ્રાફ દસ્તાવેજમાં નોંધાશે નહીં.

પાસપોર્ટના કિસ્સામાં, મોટાભાગના દેશોમાં ફોટોગ્રાફ્સ માટે એક સમાન ધોરણ છે જેમાં સ્માઇલનો સમાવેશ થતો નથી. આ મુસાફરી દરમિયાન ઓળખ તપાસને સરળ બનાવવા માટે કરવામાં આવે છે.