IPL 2024માં ધોની પંજાબ કિંગ્સ સામે 9 નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. આ વાતથી પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને ઇરફાન પઠાણ નારાજ થયા હતા.
હરભજન સિંહે કહ્યું કે, જો ધોનીએ નંબર 9 પર બેટિંગ કરવી હોય તો તેણે ન રમવું જોઈએ. તેના સ્થાને ટીમ ફાસ્ટ બોલરની પસંદગી કરે તે સારું રહેશે.
ઇરફાન પઠાણે પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, "ધોનીનું નંબર 9 પર બેટિંગ કરવી એ CSKને કામ નહીં આવે, તેનાથી ટીમનું ભલું નથી થવાનું."
ઇરફાન પઠાણે કહ્યું કે, કોઈકે તો ધોનીને કહેવું પડશે કે, માની જા ભાઈ. કમ સે કમ ચાર ઓવર તો બેટિંગ કરો.
ધોનીએ આ સિઝનમાં 55ની એવરેજ અને 224.48ની સ્ટ્રાઈક રેટ સાથે નવ ઈનિંગ્સ રમી છે. ધોની આ સિઝનમાં અત્યાર સુધી માત્ર બે વાર જ આઉટ થયો છે.