સેમીફાઈનલમાં શા માટે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ભારતીય ખેલાડીઓ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ 2023ના ODI વર્લ્ડ કપ પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયા સામે ODI મેચ રમી રહી છે.
ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. તેનું કારણ છે કે ગઈકાલે ભારતના દિગ્ગજ ક્રિકેટર પદ્માકર શિવાલકરનું નિધન થયું હતું. આજે ભારતીય ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પદ્માકર શિવાલકરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ મેચ નથી રમી. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું.
તેમણે 1961-62થી 1987-88 સુધીના સમયગાળામાં કુલ 124 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 589 વિકેટ લીધી હતી.
આ સમયગાળા દરમિયાન, તેમણે 42 વખત 5 વિકેટ અને 13 વખત 10 વિકેટ લીધી હતી.