ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ચાર T20 મેચોની સીરિઝ રમી રહી છે.

આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાની ચાહકોને મળ્યા હતા.

ત્યારે એક પાકિસ્તાની ચાહકે સૂર્યને પૂછ્યું કે, તમે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યા?

તેનો જવાબ આપતાં સૂર્યકુમાર યાદવે હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, 'એ મારા હાથમાં થોડું છે....' અને આ વાત પર હસવા લાગે છે.

અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સૂર્યાની સાથે તેમની ટીમના સાથી રિંકુ સિંહ પણ જોવા મળી રહ્યો છે.