હિન્દુ ધર્મમાં કોઈ પણ વ્યક્તિની મૃત્યુ બાદ તેના શવના અંતિમ સંસ્કારમાં અગ્નિદાહ આપવાની પરંપરા છે.

શવને અગ્નિદાહ આપવા માટે સ્મશાનમાં ચિતાહ બનાવવામાં આવે છે અને ત્યાં સુધી શવને લઈ જવા માટે અર્થીનો ઉપયોગ કરવામાં આવે છે.

સનાતન ધર્મ અનુસાર અર્થીને બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે નનામી અથવા ઠાઠડી પણ કહીએ છે.

માન્યતા અનુસાર, જ્યાં વાંસ હોય છે ત્યાં નશ્વર આત્માઓ રહી શકે છે જેથી અર્થીમાં વાંસનો ઉપાયોગ કરવામાં આવે છે.

કેટલાક લોકોનું તેવું પણ માનવું છે કે વાંસ હલકું હોવાથી દરેક જગ્યા પર સરળતાથી મળી રહે છે, તેના કારણે લોકો વાંસ વાપરે છે.