'હવે આધાર પણ મોકલાવું?', સચિન તેંડુલકરે કોને પૂછ્યું આવું?
સોર્સ : Google
તાજેતરમાં, રેડિટ (Reddit) એ સચિન તેંડુલકરને તેનો નવો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. હવે તેની એક રેડિટ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સોર્સ : Google
સચિન તેંડુલકરે સોમવારે રેડિટ પર આસ્ક મી એનિથિંગ (AMA) સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણે તેની ક્રિકેટ સફર અને તેનાથી આગળના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સોર્સ : Google
આ સેશન દરમિયાન, એક ફેને શંકા વ્યક્ત કરી કે શું ખરેખર આ એકાઉન્ટ પાછળ સચિન તેંડુલકર છે. આ પ્રશ્નનોમાં, સચિન તેંડુલકરે રમુજી જવાબ આપ્યો હતો.
સોર્સ : Google
સચિન તેંડુલકરે આ ફેનને રમુજી રીતે જવાબ આપ્યો હતો. તેણે રેડિટ પોસ્ટમાં પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, 'હવે આધાર પણ મોકલાવું?'
સોર્સ : Google
સચિન તેંડુલકરનો આ જવાબ થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ કમેન્ટમાં તેના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરી હતી.
સોર્સ : Google
સચિન તેંડુલકરે તેની કારકિર્દી વિશે પણ કેટલીક વાતો શેર કરી, જ્યારે તેને તેની મનપસંદ ઈનિંગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે 2008માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ઈનિંગ પસંદ કરી.