મહિલા ટી-20 વર્લ્ડકપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ-5 ખેલાડી
ઇંગ્લેન્ડની હીથર નાઇટે 2020માં થાઇલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 66 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા.
મહિલા ટી-20 વર્લ્ડકપ 2024નો આરંભ 3 ઓક્ટોબરથી થશે. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન મેગ લેનિંગના નામે છે. તેણે 2014માં આયર્લેન્ડ સામે 65 બોલમાં 126 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને હરમનપ્રીત કૌર આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે 2018માં ન્યૂઝીલેન્ડ સામે 103 રનની ઇનિંગ રમી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટિને 2010માં દક્ષિણ આફ્રિકા સામે 45 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનની મુનીબા અલી પાંચમા સ્થાને છે. તેણે વર્ષ 2023માં આયર્લેન્ડ સામે 58 બોલમાં 102 રનની ઇનિંગ રમી હતી.