પહેલી વખત કોણે બનાવી હતી પાણીપુરી, શું મહાભારત સાથે છે કોઈ કનેક્શન?

તમે ભારતના કોઈપણ શહેરમાં રહેતા હોવ, તમારા શહેરમાં પાણીપુરી ચોક્ક્સ મળતી હશે. અલગ અલગ જગ્યાએ પાણીપુરીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં સૌથી પહેલી વખત પાણીપુરી કોણે બનાવી હતી? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ કે પાણીપુરીનો ઈતિહાસ શું છે.

આજે બજારમાં પાણીપુરી મળે છે, તેમાં બાફેલા બટાકા, વટાણા અને ઘણી જગ્યાએ ચણા ભરવામાં આવે છે અને પછી તેને ચટપટાં પાણી સાથે સર્વ કરવામાં આવે છે.

પ્રથમવાર પાણીપુરી બનાવવા વિશે વાત કરવામાં આવે તો તેનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલું છે. જો કે તેના નક્કર પુરાવા નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેને પહેલીવાર દ્રોપદીએ બનાવી હતી.

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દ્રોપદી લગ્ન કરીને સાસરેમાં આવ્યા તો તેમની સાસુ કુંતીએ તેમની પરીક્ષા માટે એક કામ સોંપ્યું. તેમણે કહ્યું કે આપણે વનવાસ ગુજારી રહ્યા છીએ, એટલા માટે આપણી પાસે ભોજન નથી.

એવામાં ઘરમાં જે શાકભાજી અને લોટ પડ્યો છે તેનાથી પાંડવોનું પેટ ભરવાનું છે. કહેવાય છે કે ત્યારબાદ દ્રોપદીએ શાકભાજી અને લોટમાંથી એક એવી સ્વાદિષ્ટ વસ્તુ બનાવી જેનાથી બધાનું પેટ ભરાઈ ગયું.

મહાભારત ઉપરાંત પાણીપુરીનો સંબંધ મગધ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે પાણીપુરી મગધમાં ફૂલ્કી તરીકે ઓળખાતી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઘણા રાજ્યોમાં પાણીપુરીને પુચકા કહેવામાં આવે છે.

જો કે તેને મગધમાં પહેલીવાર કોણે બનાવી હતી તેના વિશે જાણકારી નથી. પરંતુ તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે પાણીપુરીમાં નાખવામાં આવતા મરચા અને બટાકા મગધ કાળ એટલે કે ઈસ. પૂર્વે 300થી 400 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. આ બંને વસ્તુઓ પાણીપુરી બનાવવા માટે જરૂરી છે.