PM મોદી બે દિવસના રશિયાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ પુતિને મોદીનું સ્વાગત કર્યું હતું.
એક મહિલા પણ PM મોદી અને પુતિન સાથે જોવા મળી હતી. મહિલાએ કેટલાક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે.
PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન બન્ને નેતા માતૃભાષામાં વાતચીત કરવા પર વિશ્વાસ રાખે છે.
બન્ને નેતાઓની વાતચીત દરમિયાન એક બીજાની વાત સમજવામાં કોઇ મુશ્કેલી ના પડે તે માટે મહિલા ટ્રાન્સલેટર દુભાષિયાનું કામ કરી રહી છે. બન્ને નેતાઓ સાથે જોવા મળેલી મહિલા ટ્રાન્સલેટર છે.
રશિયા તરફથી આ મહિલાને રાખવામાં આવી હતી. તે પુતિનની વાતોને રશિયન ભાષાથી હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને પીએમ મોદીને જણાવતી હતી.