નેહા સરગમે 'મિર્ઝાપુર 3'માં 'સલોની ત્યાગી'નું પાત્ર ભજવ્યું છે. નેહા દદાની મોટી વહુ સલોની તરીકે સારી લાગે છે.

સીરિઝમાં વિજય વર્માએ બે જોડિયા ભાઈ ભરત અને શત્રુઘ્ન ત્યાગીનો રોલ કર્યો હતો. જેને પરિવારના સભ્યો 'છોટે' અને 'બડે' કહેતા હતા. પરંતુ મિર્ઝાપુર 2માં, છોટેની હત્યા થઈ જાય છે. પણ છોટે પોતાને બડે ગણાવીને ઘરમાં રહે છે.

એવામાં સલોની તેના દિયર સાથે રોમાંસ કરતી જોવા મળે છે. સીરિઝમાં બંનેના બોલ્ડ સીન છે.

નેહા સરગમની વાત કરીએ તો તે ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે મોટા શો 'ચાંદ છુપા બાદલ મેં', 'રામાયણ', 'મહાભારત', 'ડોલી અરમાનો કી'માં કામ કર્યું છે.

નેહા એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ માહેર છે. વર્ષ 2009માં તેણે 'ઈન્ડિયન આઈડલ 4' માટે ઓડિશન પણ આપ્યું હતું.

તેણે 'રામાયણ જીવન કા આધાર'માં સીતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે 'પરમાવતાર શ્રી કૃષ્ણ'માં લક્ષ્મીનો રોલ પણ કર્યો છે.

નેહા 2010થી ટીવીની દુનિયામાં કામ કરી રહી છે. વર્ષ 2022માં જ તે 'યશોમતી મૈયા કે નંદલાલા'માં માતા 'યશોદા'નું પાત્ર ભજવતી જોવા મળી હતી.

નેહાના અંગત જીવનની વાત કરીએ તો નેહાનું 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ફેમ નીલ ભટ્ટ સાથે અફેર હતું. બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યું પણ બાદમાં બ્રેકઅપ થઈ ગયું.

નેહા સરગમનો જન્મ 4 માર્ચ 1988ના રોજ બિહારના પટનામાં થયો હતો. તેણે બિહારમાંથી જ અભ્યાસ કર્યો. તેણે MBA કર્યું છે. કોલેજ પછી તેનું સપનું ગાયિકા બનવાનું હતું.

નેહા ટ્રેઇન્ડ શાસ્ત્રીય ગાયિકા છે. તેના દાદા પદ્મશ્રી પં. સિયારામ તિવારી પટનાના જાણીતા ગાયક હતા. અભિનેત્રીને એક બહેન મોહિની સરગમ પણ છે.

નેહાએ ઈન્ડિયન આઈડલ 2 અને સિઝન 4 માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ અકસ્માતને કારણે તે આગળના રાઉન્ડમાં જઈ શકી ન હતી.

તેણે તેનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો, જેને જોયા બાદ 'ચાંદ છુપા બાદલ મેં'ના નિર્માતા-નિર્દેશકે તેને જોઈ અને તેને શોની લીડ એક્ટ્રેસનો રોલ ઓફર કર્યો હતો.