યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ ટેલેન્ટ' પર એક અશ્લીલ મજાક ભારે પડી ગઇ છે.
જોકે, વિવાદ બાદ રણવીર અલ્હાબાદિયાએ માફી પણ માંગી લીધી છે. રણવીરે કહ્યું, મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહીં પણ રમૂજી પણ નહોતી.
રણવીર પોતાના પૉડકાસ્ટમાં જાણીતી હસ્તીઓને બોલાવે છે અને તેમના ઇન્ટરવ્યૂ કરે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોવિંગ છે.
રણવીર અલ્હાબાદિયાને PM મોદીએ National Creators Award 2024માં એવોર્ડ પણ આપ્યો હતો.
યૂ ટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ 22 વર્ષની ઉંમરમાં પોતાની યૂ ટ્યુબ ચેનલ beerbicepsની શરૂઆત કરી હતી.
7 યૂ ટ્યુબ ચેનલ ચલાવનારા રણવીર અલ્હાબાદિયાના 12 મિલિયન કરતા પણ વધુ સબ્સક્રાઇબર્સ છે.
એક રિપોર્ટ અનુસાર રણવીર અલ્હાબાદિયા યૂ ટ્યુબ ચેનલ પરથી દર મહિને 35 લાખ રૂપિયાની કમાણી કરે છે.
રણવીર અલ્હાબાદિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. વર્ષ 2024માં તેની નેટવર્થ આશરે 60 કરોડ રૂપિયા હતી.