કોણ છે પીવી સિંધુનો ભાવિ પતિ વેંકટ દત્તા સાઈ? IPLમાં કર્યું છે કામ

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પીવી સિંધુ 22મી ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહી છે.

તે હૈદરાબાદના રહેવાસી વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે. વેંકટ પોસાઇડેક્સ ટેક્નોલોજીનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે

વેંકટ ફાઉન્ડેશન ઓફ લિબરલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશનમાંથી લિબરલ આર્ટ્સ એન્ડ સાયન્સ/લિબરલ સ્ટડીઝમાં ડિપ્લોમા ધરાવે છે.

તેણે 2018માં FLAME યુનિવર્સિટીમાંથી BBA એકાઉન્ટિંગ અને ફાઈનાન્સ પૂર્ણ કર્યું અને પછી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી, બેંગ્લોરમાંથી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.

વેંકટની Linkedin પ્રોફાઈલ મુજબ, તેણે JSW સાથે સમર ઈન્ટર્ન તેમજ ઈન-હાઉસ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે.

તેણે તેની પ્રોફાઈલમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેણે IPL ટીમને પણ મેનેજ કરી છે.

તેણે 2019થી સોર એપલ એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી છે. તેણે પોસાઈડેક્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

પીવી સિંધુના લગ્નના ફંક્શન 20 ડિસેમ્બરથી શરૂ થશે અને બંને પરિવારો 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન પણ યોજશે.