કોણ છે નારાયણ જગદીસન? જેની ટીમ ઈન્ડિયામાં થઈ એન્ટ્રી, બનાવી ચૂક્યો છે વર્લ્ડ રેકોર્ડ

સોર્સ : ESPNcricinfo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાઈ હતી, જે ડ્રો રહી હતી.

સોર્સ : ESPNcricinfo

હવે બંને દેશો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈ (ગુરુવાર) થી લંડનના ઓવલ મેદાન પર રમાશે.

સોર્સ : ESPNcricinfo

ઓવલ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઈજાને કારણે રિષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે.

સોર્સ : ESPNcricinfo

વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીસનને રિષભ પંતના સ્થાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

સોર્સ : ESPNcricinfo

29 વર્ષીય જગદીસનને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. જગદીસન તમિલનાડુ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે.

સોર્સ : ESPNcricinfo

જગદીસને અત્યાર સુધીમાં 52 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.50ની એવરેજથી 3373 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે.

સોર્સ : ESPNcricinfo

જગદીસને 64 લિસ્ટ-A મેચોમાં 46.23ની એવરેજથી 2728 રન બનાવ્યા છે. જગદીસને લિસ્ટ-A ક્રિકેટમાં 9 સદી અને 9 અડધી સદી ફટકારી છે.

સોર્સ : ESPNcricinfo

જગદીસને 66 T20 મેચ પણ રમી છે, જેમાં તેણે 10 અડધી સદીની મદદથી 1475 રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo

કોઈમ્બતુરમાં જન્મેલા, જગદીશને 2022માં વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચ ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. તે લિસ્ટ-A ક્રિકેટમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે.

સોર્સ : ESPNcricinfo

નારાયણ જગદીશને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ માટે મેચ રમી છે. જગદીશને 13 IPL મેચોમાં 18ની એવરેજથી 162 રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo