કોણ છે મલ્લિકા સાગર... જેનો IPL મેગા ઓક્શનમાં જોવા મળશે જલવો

IPL 2025 મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં યોજાશે.

મેગા ઓક્શનમાં 574 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જોકે તેમાંથીવધુમાં વધુ 204 ખેલાડીઓ જ વેચાશે.

મલ્લિકા સાગર ખેલાડીઓની બોલી લગાવડાવશે. એટલે કે તે આ મેગા ઓક્શનમાં ઓક્શનર છે. મલ્લિકા છેલ્લા ઓક્શનમાં પણ ઓક્શનર હતી.

મલ્લિકા સાગર આર્ટની દુનિયામાં ખુબ જાણીતી વ્યક્તિ છે અને તે ઘણા આર્ટ ઓક્શનમાં ઓક્શનર બની ચૂકી છે.

મલ્લિકાએ બ્રાયન મોર કોલેજ, ફિલાડેલ્ફિયામાં તેના આર્ટ હિસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2001માં માત્ર 26 વર્ષની ઉંમરે મલ્લિકાએ ઓક્શન કંપની ક્રિસ્ટીઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ સાથે મલ્લિકા સાગર ક્રિસ્ટીઝની પ્રથમ ભારતીય ઓક્શનર બની હતી. મલ્લિકા પાસે ઓક્શનર તરીકે 25 વર્ષથી વધુનો અનુભવ છે.

મલ્લિકાએ મુંબઈની પ્રખ્યાત પુંડોલે આર્ટ ગેલેરીમાં ઘણી વખત ઓક્શનની પ્રક્રિયાનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.

મલ્લિકા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં પણ ઓક્શનર રહી ચૂકી છે. આ સાથે તેણે પ્રો-કબડ્ડી લીગના ઓક્શનમાં પણ ભાગ લીધો છે.

તમને જણાવી દઈએ કે IPLના પહેલા દસ વર્ષમાં રિચર્ડ મેડલી ઓક્શનર હતા.

આ પછી, હ્યુજી એડમીડ્સે IPLની હરાજીમાં ઓક્શનરની ભૂમિકા ભજવી હતી.