કોણ છે હરીશ આહુજા, જેણે સોનમ કપૂર માટે લંડનમાં રૂ. 231.47 કરોડનું ઘર ખરીદ્યું હતું?
હરીશ આહુજાએ લંડનના નોટિંગ હિલ વિસ્તારમાં લગભગ 27 મિલિયન ડોલર એટલે કે 226.47 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે.
આ ઘરમાં સોનમ કપૂર, તેના પતિ આનંદ આહુજા અને પુત્ર વાયુ સાથે રહેશે. આ ઘર આ વર્ષના સૌથી મોટા UK રહેણાંક સોદાઓમાંનું એક છે.
હરીશ આહુજા કપડા અને એપેરલ્સનો બિઝનેસ કરે છે, જે મોટી બ્રાન્ડ્સને સપ્લાય કરે છે. તેની 50 થી વધુ ફેક્ટરીઓ છે.
હરીશ આહુજાએ ખરીદેલા ઘરમાં સોનમ તેના પરિવાર સાથે રહેશે, કારણ કે હરીશ આહુજા સોનમ કપૂરના સસરા છે.
યુકે ફાઇલિંગ અનુસાર, હરીશ આહુજાએ જુલાઈમાં જ આ પ્રોપર્ટી ખરીદી હતી, જેના રિડેવલપમેન્ટ પછી દંપતી તે ઘરમાં રહેવાનું શરૂ કરશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ પ્રોપર્ટી 20,000 સ્ક્વેર ફીટથી વધુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોપર્ટીના એક ભાગને ફ્લેટમાં ફેરવવામાં આવશે.
નોટિંગ હિલ વિસ્તારમાં સોનમનું બીજું ઘર છે, જેની નાની ક્લિપ્સ તે ક્યારેક શેર કરતી રહે છે.