કોણ છે આકૃતિ અગ્રવાલ? જેની સાથે પૃથ્વી શોએ ઉજવી ગણેશ ચતુર્થી
સોર્સ : Instagram
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો તાજેતરમાં બુચી બાબુ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળ્યો હતો. જ્યાં તેણે મહારાષ્ટ્ર ટીમ માટે ડેબ્યુ કરતી વખતે પહેલી જ ઈનિંગમાં સદી ફટકારી હતી.
સોર્સ : Instagram
પૃથ્વી શોએ તાજેતરમાં મહારાષ્ટ્ર ટીમ સાથે પોતાની નવી ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત કરી છે. દરમિયાન, તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ.
સોર્સ : Instagram
પૃથ્વી શોએ ગણેશ ચતુર્થીના અવસર પર સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે અને ફેન્સને શુભેચ્છા પાઠવી છે. ખાસ વાત એ છે કે આ ફોટામાં આકૃતિ અગ્રવાલ પણ તેની સાથે જોવા મળી હતી.
સોર્સ : Instagram
આકૃતિ અગ્રવાલ એક એક્ટ્રેસ, ફેશન ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. મીડિયા અહેવાલો અનુસાર, પૃથ્વી શો છેલ્લા કેટલાક સમયથી તેને ડેટ કરી રહી છે.
સોર્સ : Instagram
પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલના ફોટોના કેપ્શન લખ્યું, "તમને અને તમારા પરિવારને ગણેશ ચતુર્થી શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા."
સોર્સ : Instagram
પૃથ્વી શો અગાઉ આકૃતિ અગ્રવાલ સાથે તેના જન્મદિવસ પર જોવા મળ્યો હતો. તેણે તે સમયે પણ એક ફોટો શેર કર્યો હતો. તે પોતાના હાથે આકૃતિ અગ્રવાલને કેક ખવડાવી રહ્યો હતો.
સોર્સ : Instagram
આકૃતિ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પર 3.4 મિલિયન ફોલોવર્સ છે. તેણે એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.