વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર કોને કર્યો બ્લોક?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર છે. વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 270 મિલિયન ફોલોઅર્સ છે.
વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર માત્ર 282 લોકોને ફોલો કરે છે. એક બોલિવૂડ સિંગરે વિરાટને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેના કહેવા પ્રમાણે, વિરાટે તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે.
આ સિંગર રાહુલ વૈદ્ય છે. રાહુલના કહેવા પ્રમાણે, વિરાટ કોહલીએ તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે.
રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાહુલે કહ્યું, 'વિરાટ કોહલીએ મને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે. આજ સુધી મને એ નથી સમજાયું કે મને કેમ બ્લોક કર્યો છે?
વિરાટના વખાણ કરતા રાહુલે કહ્યું, 'હું હંમેશા કહું છું કે તે આપણા દેશનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.'
રાહુલે 'ઈન્ડિયન આઈડલ'ની પ્રથમ સિઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો, જેમાં તે ત્રીજા ક્રમે રહ્યો હતો. આ સિવાય તે 'બિગ બોસ'ની 14મી સિઝનમાં પણ જોવા મળ્યો હતો. અહીં તે રનર અપ રહ્યો હતો. આ સિવાય તેણે ઘણા રિયાલિટી શો પણ કર્યા છે.
વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. વિરાટે આ સિરીઝમાં અત્યાર સુધી 1 સદી ફટકારી છે.